Monday, September 23, 2013

સુરતમાં પૂર સંકટઃ ગાંધીનગરમાં તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક



ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને સુરત,ભરુચ સહિતના કલેકટરો સાથે મંત્રણા
ડિઝાસ્ટર મેનેજમેન્ટને સજાગ રહેવા પણ આદેશ


ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થિતી સર્જાઇ છે. ખાસ કરીને સુરત સહિતના વિસ્તારોમાં પૂરને કારણે હજારો લોકો મુશ્કેલી મુકાયાં છે. પૂરની સ્થિતીમાં સજાગ રહેવા ગાંધીનગરથી તંત્રને સૂચના આપવામાં આવી રહી છે. આજે ચીફ સેક્રેટરી વરેશસિંહાએ તાકીદે ભરુચ, સુરત સહિતના કલેકટરોને તેડુ મોકલ્યું હતું અને તાકીદની બેઠક યોજી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં બેઠક ચાલી રહી છે.



રવિવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને કારણે નર્મદા સહિતની નદીઓમાં ઘોડાપુર આવતાં પૂરની સ્થિતી સર્જાઇ હતી. સુરતમાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બન્યાં હતાં. આવી સ્થિતીમાં લોકોને કેવી રીતે સહાયતા પુરી પાડવી તેના આયોજનના ભાગરુપે આજે સવારે 11 કલાકે ચીફ સેક્રેટરી વરેશસિહાના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાતના તમામ કલેકટરો સાથે બેઠક યોજી હતી, જેમાં પુર સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં પુરની ઉભી થયેલી સ્થિતીને લઇને ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Receive All Free Updates Via Facebook.